અમરેલી, તા.૨૬
અમરેલીમાં ગુડ ગવર્નન્સના ભાગરૂપે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે સાંસદ નારણ કાછડીયાની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહના બીજા દિવસે શહેરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરીને લાભાન્વિત કરાયા. આ કાર્યક્રમમાં અમરેલી પાલિકાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધલક્ષી યોજનાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે લોકોને મકાન મંજૂર થયા છે તેવા લોકોને પ્રમાણપત્રો સ્ટેજ પરથી આપવામાં આવ્યા હતા અને મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા. આ તકે સાંસદ કાછડીયાએ જણાવ્યું હતું કે, આપણે ૨૫ ડિસેમ્બરના દિવસે અટલજીના જન્મજયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. રાજ્યનો પ્રત્યેક નાગરિક સુશાસન સપ્તાહનો સાચો અર્થ છે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન મોવલિયા, મનિષાબેન રામાણી સહિત પાલિકા અને પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષો, સદસ્યો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.