અમરેલી જિલ્લાના પ્રવાસે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવતા જિલ્લા ભાજપમાં ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ રાજુલા ખાતે કોંગ્રેસના નેતાઓને કેસરિયા કરાવ્યા બાદ અમરેલી શહેર ખાતે આવી પહોચ્યા હતા. અમરેલી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવનાર હોવાથી ભાજપમાં જાડાવા માટે અન્ય પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓમાં હોડ લાગી હતી. અમરેલી જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ આગેવાન અંબરીશ ડેર ભાજપમાં જોડાયા બાદ અનેક કોંગી આગેવાનો ભાજપમાં જાડાયા હતા. જા કે અમરેલી ખાતે પણ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના કર્તવ્ય કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, મહેશભાઈ કસવાળા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ સુતરીયાની હાજરીમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના ૧પ૦ કાર્યકરો, આમ આદમી પાર્ટીના ૬૦ કાર્યકરો ૭ મહિલાઓ સાથે કેસરી ટોપી અને ખેસ સાથે ભાજપમાં જાડાયા હતા. આ અંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું કે, અમરેલી, લાઠી, સાવરકુંડલા, બાબરા અને ધારી વિસ્તારમાંથી આવેલા આ તમામ કાર્યકરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રભાવિત થઈ ભાજપમાં જાડાયા છે. ભાજપમાં જાડાયા બાદ કાર્યકરોએ જણાવ્યું હતું કે, રામમંદિર અને કલમ ૩૭૦ નાબુદ કરવામાં આવતા ભાજપ અને પ્રધાનમંત્રીના
નેતૃત્વથી પ્રેરાયા છીએ. કોંગ્રેસમાં નેતાગીરી જેવુ કંઈ જ નથી. નાના કાર્યકરોને સાંભળવામાં આવતા નથી જેથી ભાજપમાં જાડાવાનું નક્કી કર્યુ છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.