એડીશનલ સિનિયર સિવિલ કોર્ટ, અમરેલી ખાતે સન ૧૯૯૭ની સાલથી એટલે કે ૨૬ વર્ષથી ચાલી રહેલ એક સિવિલ કેસમાં સમાધાન થતાં એક લાંબા ભાગીદારી વિવાદનો સુખદ અંત આવ્યો હતો. વિગતો મુજબ અમરેલી શહેર ખાતે રહેલી એક ભાગીદારી પેઢીનાં એક ભાગીદારે વર્ષ ૧૯૯૭ની સાલમાં અમરેલી કોર્ટમાં દાવો કરી, ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અને નફા-નુકસાનની તમામ ભાગીદારો વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવા દાદ માંગી હતી. આ દાવો સતત ૨૬ વર્ષથી લડાયો હતો, તેમાં અમુક પક્ષકારો મરણ પણ પામ્યા હતા. તેમ છતાં યેનકેન પ્રકારે આજદિન સુધી તેનો નિકાલ આવતો ન હતો. આ બાબત એડીશનલ સિનિયર સિવિલ જજ ડી.પી.ઓઝાના ધ્યાન પર આવી હતી. તેઓએ દાવાનાં પક્ષકારો અને બંને પક્ષના વકીલો સાથે સતત ચર્ચા વિચારણા કરી હતી. દાવાનાં વિવાદને સુખદ નિરાકરણ સુધી દોરી લાવ્યા હતા.