અમરેલી ખાતે ગુજરાત રાજ્યનો FPO કિસાન મેળો IFFCO અને NCUIનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કિસાન મેળામાં રાજ્યભરનાં FPOનાં ખેડૂત ભાઈઓ અને બહેનોને પોતાના પ્રાકૃતિક ખેતી આધારિત પ્રોડક્ટ તેમજ ખેતીની વિવિધ પ્રોડક્ટ અને ઓજારોનાં વેચાણ માટે સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં IRMAનાં ડાયરેકટર રાકેશકુમાર સહિત જિલ્લાભરના આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંઘાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.