અમરેલી ખાતે પહેલી જૂન, રવિવારે સાંજે ૫ વાગ્યે લોહાણા મહાજન વાડી, લાઠી રોડ પર શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન દ્વારા ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અમરેલી લોહાણા મહાજનના નવનિયુક્ત પ્રમુખ ડો. ભરત કાનાબારનું રક્તતુલાથી સન્માન કરવામાં આવશે. પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમૈયા (ગોળવાળા) અને અન્ય પૂર્વ હોદ્દેદારોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ પણ યોજાશે. આ ઉપરાંત, જ્ઞાતિબંધુઓ સાથે લોહાણા મહાજનના ભવિષ્યના આયોજનો અને જ્ઞાતિ ઉત્કર્ષ અંગે વિચારગોષ્ઠી પણ થશે. નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખપદે ડો. કાનાબાર, ઉપપ્રમુખપદે ભાવેશભાઈ સોઢા અને ભાવેશભાઈ વસાણી, મંત્રી તરીકે સતીષભાઈ આડતીયા, સહમંત્રી તરીકે ભાસ્કરભાઈ જોબનપુત્રા અને ખજાનચીપદે રમણીકભાઈ ગઢીયાનો સમાવેશ થાય છે.










































