પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા આરોગ્ય અધિકારી જોષીના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે યોજાઈ હતી. તાલુકાઓમાં સોનોગ્રાફી ક્લિનીક વેરિફિકેશન વધારવા તથા સ્ટીંગ અને ડિકોય ઓપરેશનો હાથ ધરવાનું સર્વાનુમતે નકકી કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ આગેવાનોને સાથે રાખી સમાજમાં દીકરીઓ અને દીકરી જન્મના મહત્વ વિશે જાગૃત્તિ લાવવા અને
જનજાગૃત્તિ વધારવા આઇ.ઇ.સી. કામગીરી કરવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. બેઠકમાં સભ્ય ડો.ગજેરા સહિતના સભ્યો અને આરોગ્ય શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.