અમરેલી ખાતે તા.૧૧ તથા ૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪- ૨૫ યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા થનાર સહિતના સ્પર્ધકો ભાગ લેશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી અને અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા કે.કે. પારેખ અને મહેતા આર. પી. વિદ્યાલય, સિવિલ હોસ્પિટલ સામે તા.૧૧ જાન્યુઆરી,૨૦૨૫ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકેથી લોકનૃત્ય, રાસ, એક પાત્રીય અભિનય, ભરતનાટ્યમ વગેરે સ્પર્ધાઓ યોજાશે. તા.૧૨ જાન્યુઆરી, ૨૦૨૫ રવિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે ક્રમશઃ ગરબા, સમૂહ ગીત, કથક, લોકગીત વગેરે સ્પર્ધાઓ યોજાશે. તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા અને સીધી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં એન્ટ્રી કરેલ સ્પર્ધક કલાકારને આ સ્પર્ધામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે.