અમરેલી ખાતે જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક મળી હતી. આ કારોબારીની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ ઉપસ્થિત રહ્યાં હતા. કૌશિકભાઈ વેકરીયાએ હાજર રહેલા યુવા મોરચાના હોદ્દેદારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતું. સરકારની યોજનાઓ ઘર સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે જણાવ્યુ હતું.