રમત ગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસની થીમ પર ધોરણ ૬થી ૧૦ના વિદ્યાર્થીઓ માટે પાંચ દિવસનો ચિલ્ડ્રન પેઈન્ટિંગ વર્કશોપ યોજાયો હતો.
જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષક ઘનશ્યામભાઈ સોલંકી, જિલ્લા યુવા વિકાસ અધિકારી વી.બી.પરમાર, કે.કે.પારેખ હાઈસ્કૂલના આચાર્ય વિપુલભાઈ વ્યાસ, ભગીરથસિંહ જાડેજા, તુલસીભાઈ મકવાણા, બટુકભાઈ મેતલિયા તથા અન્ય મહાનુભાવોએ દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા રમત ગમત કચેરીનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.