વ્યક્તિના જીવનને બરબાદ કરતા અને પરિવારને મુશ્કેલીમાં મુકતા વ્યસન સામે સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી અમરેલી ખાતે ઇન્ટર ગ્રુપ અને GOS ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સારથી યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જાણીતા તબીબો ડો. વિવેકભાઈ જોષી અને ડો. કિરીટભાઈ દેસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તજજ્ઞોએ લોકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનચર્યા અપનાવવા માટે અપીલ કરી હતી. સાથોસાથ, જંકફૂડને બદલે શક્ય એટલો પરંપરાગત ભારતીય ખોરાક અપનાવવા માટે પણ હાકલ કરવામાં આવી હતી.