આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ અને તમામ આયામોની એક બેઠક મળેલી. આ બેઠક ૨૦૨૫માં પ્રયાગ ખાતે કુંભમેળો ખૂબ જ ભવ્યથી ભવ્ય ઉજવવાનો છે ત્યારે આ કુંભમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવીણભાઈ તોગડિયાના આદેશ અને તેમના માર્ગદર્શન નીચે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ કુંભમાં બે કરોડ માણસોને ભોજનની વ્યવસ્થા સાથે લાખો માણસોને રહેવા માટે ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ભારતભરમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોને આ કુંભમાં સેવા આપવા જવા માટે અને આગામી ૨૪-૨૫ જાન્યુઆરીના રોજ પ્રયાગમાં જે વિરાટ હિન્દુ સંત સંમેલન યોજાવાનું છે ત્યારે આમાં પણ સૌરાષ્ટ્રના દરેક પ્રાંતમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં હિન્દુ કાર્યકર્તા ભાઈઓને જોડવા માટે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાણ, પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી, જિલ્લા અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, વિભાગ અધ્યક્ષ ડો.દેસાણી, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ જીલુભાઈ વાળા, જિલ્લા ઉપાધ્યક્ષ દડુભાઇ ખાચર તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ વિભાગ અધ્યક્ષ દિલીપભાઈ બામટા તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ મજબૂત સિંહ બસિયા, મંત્રી વિપુલભાઈ ગજેરા અને કાર્યકર્તા ભાઈઓ દ્વારા આ બેઠકમાં આગામી કુંભમાં જવા માટે તૈયારી અને જિલ્લાના તમામ તાલુકાઓમાં તેમજ શહેરમાં વીર હનુમાન હિન્દુ યાત્રા કાઢવા બાબત તેમજ આ કુંભ માટે યથાશક્તિ અન્નદાન અને ભેટદાન કરવા માટેના આયોજનો ગોઠવવામાં આવ્યા છે.