૬ ડિસેમ્બરે બાબરી ધ્વંસ કરવામાં આવ્યો હતો. જેથી તા.૬ ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે આં.રા.હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રી રામ અને ભારત માતા અને હથોડાનું પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી. આ તકે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.ગજેરા, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી, ડો.દેસાણી, રાષ્ટ્રીય બજરંગદળ જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ જાશી, જિલ્લા મંત્રી વિપુલભાઈ ગજેરા, શહેર મંત્રી મહેશભાઈ લાડવા, રમેશભાઈ ધાનાણી, મહિલા ઓજસ્વીની જિલ્લા અધ્યક્ષ રીટાબેન રાઠોડ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.