મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાઉન્ટ ડાઉન યોગ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી ખાતે યોજાયેલ આ યોગ શિબિરમાં આશરે ૩૦૦ જેટલા નાગરિકોએ ભાગ લીધો હતો. યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ઝોન-૦૬ ના ઇન્સ્પેક્શન કો-ઓર્ડિનેટર રિદ્ધિબેન દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો અને મેદસ્વિતા દૂર કરવા યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કેટલો મહત્વનો છે તે સમજાવવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટર તથા યોગ કોચ, યોગ ટ્રેનર દ્વારા અમરેલી જિલ્લામાં વધુમાં વધુ નિઃશુલ્ક યોગ વર્ગો શરુ થઇ શકે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.