અમરેલી ખાતે સંત ભોજલરામ બાપાનો ર૪૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. સોમવારે સંત ભોજલરામ બાપાની જયંતીની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે આવેલ પૂ. ભોજલરામની પ્રતિમા પાસે અમર ડેરી દ્વારા સત્યનારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે સહકાર અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કથામાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડી. કે. રૈયાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, મનિષ સંઘાણી, કાંતિભાઈ વઘાસિયા, પૂર્વ ભાજપ પ્રમુખ દિનેશભાઈ પોપટ, કાળુભાઇ સુવાગીયા, રમેશભાઇ કાથરોટિયા, સુરેશભાઈ દેસાઈ, અમર ડેરીના એમ.ડી. ડો.આર.એસ. પટેલ, જિલ્લા બેંકના સીઈઓ બી.એસ. કોઠિયા સહિત અનેક સહકારી આગેવાનો, ડિરેક્ટરો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંત શ્રી ભોજલરામ બાપાને ભાવાંજલિ અર્પણ કરી હતી.