અમરેલી જિલ્લામાં રેતીચોરોએ માઝા મૂકી છે. તંત્રનો કોઈપણ જાતનો ડર ન હોય તેમ બેફામ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે આવા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા માટે કલેકટરએ ખાણ-ખનીજ વિભાગને સૂચના આપી હતી. દિવસ-રાત્રીના બિનઅધિકૃત રેતી ખનન થતુ હોવાની ખાણ-ખનીજ વિભાગને માહિતી મળી હતી જેથી ખાણ-ખનીજ વિભાગે જેથી ખનીજચોરીને અંકુશમાં લાવવા તા.૧૦ના રોજ આંબા-ભેંસવડી શેત્રુંજી નદીના પટમાં સાદી રેતી ચોરી કરવા બદલ બે ડમ્પર અને એક ટ્રેકટર સીઝ કરવામાં આવ્યું હતું. ખાણ-ખનીજ વિભાગે રૂ.ર૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજચોરી કરનાર ઈસમો સામે કડક કામગીરી હાથ ધરી હતી.