અમરેલી ખાતે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની દાદાગીરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રમેશભાઈ મકવાણાએ વિભાગના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે અધિકારીઓએ ધાક-ધમકી આપી અને પોલીસનો ડર બતાવી તેમના ઘરેથી જ રોડર વાહન જપ્ત કરી લીધું. અધિકારીઓએ ખુલ્લેઆમ ધમકાવ્યો અને ડ્રાઈવરોને અપશબ્દો કહ્યા, તેમજ કહ્યું કે “તું લોડર નહીં લઈ જવા દે તો હું પોલીસ બોલાવીશ!” ઘટના બહાર આવતા કોળી સમાજના આગેવાનો રોષે ભરાયા હતા. અને પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. હાર્દિક સોલંકીએ આક્ષેપ કર્યો કે ખાણ-ખનીજ વિભાગ અવારનવાર કોળી સમાજને ટાર્ગેટ કરે છે. આ બનાવ બાદ સ્થાનિક સ્તરે ચર્ચાનો માહોલ સર્જાયો છે. જાકે સત્ય તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.