રાજ્ય કક્ષાના એન.એસ.એસ. એવોર્ડ ર૦૧૯-ર૦ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી વાઘાણીનાં હસ્તે કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીના પ્રોગ્રામ ઓફિસર એ.જે. ઠેસીયાને એવોર્ડ એનાયત કરાયો હતો. જે બદલ કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીના પ્રાચાર્ય અને ડીન ડો.વી.એમ. રામાણીએ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તેમજ તમામ સ્વયંસેવકોને શુભેચ્છા સાથે ઉત્તરોત્તર પ્રગતિના પંથ સર કરે તેવી શુભકામનાઓ પાઠવી છે. ગુજરાત રાજ્ય એન.એસ.એસ. વિભાગ અંતર્ગત હાલમાં અંદાજીત ૧૭૦૦ જેટલા પ્રોગ્રામ ઓફિસરો ફરજ બનાવતા હોય જેમાંથી પરફોર્મન્સના આધારે રાજ્ય કક્ષાનો એન.એસ.એસ. એવોર્ડ એનાયત થતો હોય છે.