અમરેલી કોલેજ ઓફ ડેરી સાયન્સ કામધેનુ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ન્યુ દિલ્હી ફંડેડ સંશોધન પ્રોજેક્ટમાં પ્રોજેકટ એસોસિએટ તરીકે કાર્યરત એવા જયેશભાઈ કાબરીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ડોક્ટર ઓફ ફિલોસોફી (પી.એચ.ડી)ની પદવી એનાયત કરવામાં આવી છે. આ સિધ્ધી બદલ ડેરી સાયન્સ કોલેજ અમરેલીના સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.