અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં ચાલતા એન.સી.સી.યુનિટ દ્વારા પુલવામામાં ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ, વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.કે.વાળા, એન.સી.સી.ઓફિસર પ્રા.વિલ્સન વસાવા, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયા અને પ્રા.વાય.એચ.ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.