રાજ્યમાં કોરોના કેસોની સાથે ઓમીક્રોન વાયરસના કેસમાં પણ વધારો થતાં રાજ્યનું આરોગ્ય તંત્ર ઉંધા માથે થઇ રહ્યું છે. રાજ્યમાં આજરોજ ઓમીક્રોનના ૧૪ કરતાં વધારે કેસો નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે આજ સાંજના રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં ઓમીક્રોનનો એક કેસ અમરેલીમાં દેખાડતાં જિલ્લાવાસીઓમાં ગભરાહટનો માહોલ છવાયો હતો. ત્યારે આ બાબતે ડો. સિંગનો સંપર્ક કરતાં તેમણે ઓમીક્રોનનો કેસ અમરેલી નહી પરંતુ સુરતના અમરોલીનો હોવાનું જણાવ્યું હતું. આમ અમરેલી જિલ્લામાં ઓમીક્રોનનો કેસ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.