અમરેલીનાં કેરીયા રોડ પર આવેલા બાળ હનુમાન ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કૈલાશ મુક્ધાતિમ સમિતિ, બાળ હનુમાન મંદિર અને સમસ્ત કેરીયા રોડ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. સપ્તાહનાં વક્તા તરીકે ભાર્ગવભાઈ ભટ્ટ ભોરીંગડાવાળા કથાનું રસપાન કરાવી રહ્યાં છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો બપોરનાં સમયે મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. કથામાં પધારવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










































