ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ રાજય સરકારને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રજૂઆતો કરવામાં આવેલ હતી. જેમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ અને સુવિધાપથના વિવિધ ગામોના વિકાસકામો બાબતે ધારાસભ્યએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરતા કુલ ૧૩ ગામના ૧૩ કરોડ પ૦ લાખના કામોને મંજૂરી આપી દીધી છે. જેમાં ગીરીયાપરા એપ્રોચ રોડ ર કરોડ, કેરીયાચાડ એપ્રોચ રોડ ૪૦ લાખ, શંભુપરા એપ્રોચ સુવિધાપથ ૩૦ લાખ, સોનારીયા સુવિધાપથ ૪પ લાખ, જાળીયા સુવિધાપથ ર કરોડ ૧૦ લાખ, મેડી સુવિધાપથ ૮પ લાખ, તરવડા સુવિધાપથ ૯૦ લાખ, બાબાપુર સુવિધાપથ ૧ કરોડ ૯પ લાખ, સરંભડા વિલેજ પોર્શન ૬૦ લાખ, મોટા માંડવા વિલેજ પોર્શન પપ લાખ, પ્રતાપપરા એપ્રોચ રોડ ર કરોડ ૩૦ લાખ, ખજુરી રણુજાધામ રોડ રપ લાખ, અને ખજુરી પ્રાથમિક શાળાથી મેઘાપીપળીયા રોડ સુધી રોડ ૮પ લાખ એ કુલ ૧૩ કામો મળીને રૂપિયા ૧૩ કરોડ પ૦ લાખના કામો મંજૂર કરવામાં આવેલ છે. આ સફળ કામગીરી બદલ આજુબાજુના વિસ્તાર અને ગામના લોકોએ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને આભાર વ્યકત કર્યો છે.