અમરેલીના કાઠમા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં એકલવાયું જીવન જીવતા એક વ્યક્તિએ માનસિક કંટાળાના કારણે ઘઉંમાં રાખવાની ઝેરી દવા (ટીકડા) ગળી લેતા તેમનું મોત નીપજ્યું હતું. રામકુભાઇ ગભરૂભાઇ વાળાએ આપેલી માહિતી મુજબ, બહાદુરભાઇ વાળા અપરિણીત હોવાથી લાંબા સમયથી એકલતા અનુભવતા હતા. આ માનસિક પરેશાનીમાં તેમણે અંતિમ ડગલું ભરતા ઘરે રાખેલા ટીકડા ગળી લીધા હતા. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્‌યો હતો. અમરેલી રૂરલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.