અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને
પ્રાકૃતિક કૃષિને લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં વધુને વધુ ખેડૂતો
પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત થાય તે માટે આત્મા પ્રોજેક્ટ ટીમ સક્રિય છે. “મિશન” અને “નોન-મિશન” યોજનાઓની પ્રગતિ અને કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખેડૂતોને પૂરતું પ્રોત્સાહન મળે તથા દરેક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ વિષયક વિગતો પ્રાપ્ત થાય એ હેતુસર વિવિધ પ્રયાસો કરવાની જરુરિયાત પર બેઠકમાં ભાર આપવામાં આવ્યો હતો.










































