અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી કમાણી સાયન્સ અને પ્રતાપ રાય આટ્‌ર્સ કોલેજ ખાતે ૬ દિવસીય યુવક સહકારી વર્ગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા વિદ્યાર્થીઓને ૬ દિવસ સુધી અલગ અલગ વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમનું કોર્ડીનેશન અમરેલી જિલ્લા સહકારી સંઘના સ્ટાઇ.સી.ઈ.આઈ સાગર મહેતા દ્વારા કરવામાં આવેલું હતું. જ્યારે મનીષ સંઘાણી દ્વારા સહકારી પ્રવૃતિના ઉદ્‌ભવ અને દેશની આર્થિક ઉન્નતિમાં સહકારી પ્રવૃત્તિના ફાળા વિષે માહિતી અપાઈ હતી. આ ઉપરાંત કોલેજમાં ચાલી રહેલ કેમ્પસ કા – ઓપરેટિવને આગળ વધારવા માટે વિવિધ યોજનાઓ વિષે જણાવ્યુ હતું.