અમરેલી એસ.સી.- એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષકની ખાલી પડેલી જગ્યાએ નયના ભીમા ગોરડીયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ જામનગરમાં અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક તરીકે સેવા આપતા હતા. ગુજરાતમાં ૩૭ ડીવાયએસપીને આજે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-૧ સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂક પામેલા ૨૦૧૭, ૨૦૨૧ અને ૨૦૨૨ની બેચના અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થતાં તેમને નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી હતી.