રાજય સરકાર દ્વારા બદલી કે નિવત્ત થતા હોય તેવા કંડકટરોની સામે વધુ કંડકટરોની નિમણૂંક કરી છે. અમરેલી એસ.ટી.ડિવિઝનમાં પણ કંડકટરોની ઘટ હોવાથી એસ.ટી.ના અનેક રૂટ બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતું. જા કે રાજય સરકાર દ્વારા અમરેલી એસ.ટી.ડિવિઝનમાં ર૩૯ જેટલા કંડકટરોની નિમણૂંક કરી હોવાથી ફરી એસ.ટી.ના નવા રૂટ ચાલુ થશે તેવી મુસાફરો આશા સેવી રહ્યાં છે. બુધવારે અમરેલી એસ.ટી.ડિવિઝનમાં નવા કંડકટરો માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક અતુલ સોલંકીએ જણાવ્યું હતું કે, અમરેલી એસ.ટી.ડિવિઝનમાંથી ૧૧પ કંડકટરોની બદલી થવા પામી છે જેમાં ર૦ કંડકટરોને શિક્ષકની નોકરી મળી હોવાથી રાજીનામા આપ્યા છે તેની સામે અમરેલી એસ.ટી.ડિવિઝનમાં નવા ર૩૯ નવા કંડકટરો આવનાર હોવાથી કંડકટરોની ઘટનો પ્રશ્ન હલ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંડકટરોની ઘટને કારણે કંડકટરોને ડબલ નોકરી ફાળવણી કરવામાં આવતી હોવાથી કંડકટરોમાં નારાજગી જોવા મળતી હતી. હવે નવા કંડકટરો આવનાર હોવાથી ડબલ નોકરીમાંથી પણ કંડકટરોને રાહત મળશે.