રાજ્ય સરકાર દ્વારા નવા ડ્રાઇવરોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં અંદાજે ૧૦૦૦ કરતાં વધારે ડ્રાઇવરોની નિમણૂંક કરવામાં આવી હતી. જેથી થોડા સમય પહેલા પરીક્ષામાં પાસ થયેલા ડ્રાઇવરો માટે એસ.ટી. ડિવિઝનની પસંદગી માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમરેલી એસ.ટી. ડિવિઝનમાં ૩૩ નવા ડ્રાઇવરોને સંભવતઃ સોમવારે નિમણૂંક પત્ર આપવામાં આવનાર છે. ત્યારે નવા ડ્રાઇવરોની ભરતીથી ડ્રાઇવરોની ઘટમાં મહદઅંશે ઘટાડો જાવા મળશે.