ડીજીપીના હસ્તે એવોર્ડ આપવામાં આવતા પોલીસ કર્મચારીઓમાં ખુશીનો માહોલ
અમરેલી,તા.૩૧
ગુજરાત પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ અધિકારીઓનું દર વર્ષે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩ ની શ્રેષ્ઠ કામગીરી બદલ ગાંધીનગર ખાતે યોજાયેલ અલંકરણ સમારોહ-૨૦૨૪ના કાર્યક્રમમાં અમરેલી એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. આર.ડી. ચૌધરીને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે કરાઈ એકેડમી એવોર્ડ રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે પી.આઈ.આર.ડી. ચૌધરીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો તેને લઈ અમરેલી જિલ્લા પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.