અમરેલી એસઓજી ટીમે ગાંજાના જથ્થા સાથે બે યુવકને ઝડપ્યા હતા. પોલીસે ગાંજાનો જથ્થો, બાઈક, મોબાઈલ મળી કુલ ૪૮,૯૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગૌરાંગભાઈ રણછોડભાઈ જોષી (ઉ.વ.૨૬) ૧ કિલો ૩૯૪ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો હતો. તેણે જસદણના અરવિંદકુમાર નામના યુવક પાસેથી આ જથ્થો ઝડપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગાંજો, મોબાઈલ ફોન તથા બાઈક મળી કુલ ૪૮,૯૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી. ચોચા વધુ તપાસ કરી રહ્યા છે.