અમરેલી એલ.સી.બી. ટીમે છેલ્લા બે મહિનાથી તડીપાર હુકમની બજવણી ટાળી નાસતા ફરતા આરોપી હરસુખભાઇ ઉર્ફે હસમુખભાઇ રવજીભાઇ સોલંકી (ઉંમર વર્ષ ૪૮, રહે. નવા વાઘણીયા, તા. બગસરા) ને પકડી પાડ્‌યો છે. બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધી
પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આ ઇસમ વિરુધ્ધ તડીપારની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ, બગસરાના હુકમ મુજબ આરોપીને અમરેલી, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાંથી છ મહિના માટે તડીપાર
આભાર – નિહારીકા રવિયા કરવાનો હુકમ કરાયો હતો.