પીપાવાવ મરીન પોલીસ મથકના ફોરેનર્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો ૭૦ વર્ષીય શખ્સ પકડાયો છે. અમરેલી એલ.સી.બી. ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે એક મહત્વના સફળતા મેળવી છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૨માં નોંધાયેલ ફોરેનર્સ એક્ટની કલમ ૧૪ (બી, સી) મુજબના ગુનામાં છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા લિસ્ટેડ આરોપી મહેન્દ્રસિંહ લીખમારામ રાજપુત (ઉં.વ. ૭૦) ને પકડી પાડવામાં આવ્યો છે.







































