અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં દેવકુ ધીરૂભાઇ બાવળા ચિતલનો રહેવાસી આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. નામદાર હાઇકોર્ટના હુકમ આધારે તારીખ ૩૧/૧૦/૨૦૧૫ના વચગાળામાં જામીન ઉપર મુક્ત થયા બાદ કેદીને તારીખ ૦૭/૧૨/૨૦૧૫ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ જેલમાં હાજર થવાના બદલે ફરાર થયા હતા. છેલ્લા ૯ વર્ષથી નાસતો ફરતો હતો. જેને અમરેલી એલસીબીએ સુરત શહેરમાંથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી અને હાલમાં રાજકોટ જેલ હવાલે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.