અમરેલી એલસીબી ટીમ દ્વારા એક બાઈકચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. અમરેલીના એલસીબી પીઆઈ વી.એમ. કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે એક ઈસમને શંકાસ્પદ મોટરસાઈકલ સાથે પકડી પાડ્યો હતો અને મોટરસાઈકલ અંગે પૂછપરછ કરતા સામે આવ્યું કે મળી આવેલ આ ઈસમે આ બાઈક સુરતના કતારગામમાંથી ચોરી કરેલ છે. પકડાયેલ આરોપી વિજયભાઈ લખમણભાઈ રાઠોડ રહે.ભુવાએ હીરો કંપનીના બાઈકની ચોરી કરી હતી. આ બાઈક ચારીની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તે બાદ પોલીસ દ્વારા બાઈકચોર સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. ઈસમની પૂછપરછ કરતા તેની સામે સાવરકુંડલા ટાઉનમાં બે અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.