રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ તંત્ર સજાગ બન્યુ છે. જેમાં સ્કૂલવાહનો માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગાઈડલાઈનનો અમલ થાય તે પૂર્વ એઆરટીઓ અધિકારી ઈન્દ્રજીત ટાંક, પઢીયારભાઈ સહિતના અધિકાઅીઓએ સ્કૂલ વાહનચાલકો સાથે બેઠક કરી હતી અને ફાયર સેફ્ટી અંગે વાહનચાલકોને માહિતગાર કર્યા હતા. એઆરટીઓ કચેરી તરફથી માહિતગાર કર્યા બાદ અમરેલી શહેરમાં આર.ટી.ઓ.વિભાગ દ્વારા શાળામાં દોડતી સ્કૂલવાનનું ચેકીંગ કરતા લાયસન્સ વગર, રોડ સેફટી, વીમા વગર, પાસિંગ વગરના ૧૬ વાહન સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રએ ૩૪,૦૦૦નો દંડ ફટકારી મોટી કાર્યવાહી હાથ ધરી છે.