અમરેલીના સરકારી આયુર્વેદિક દવાખાનાની કમ્પાઉન્ડ વોલની હનુમાન મંદિર પાસેની ગોળાઇ અંદરની બાજુ ખસેડવા જિલ્લા ભાજપના કારોબારી સભ્ય રાજુભાઇ મિલન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી દ્વારા અધિક મુખ્ય સચિવને આ રજૂઆતને ધ્યાને લઇ નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.