અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા કુંકાવાવ-વડીયા તાલુકાના મોટી કુંકાવાવ અને રાજુલા તાલુકાના ડુંગર ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આ કાર્યક્રમમાં કુંકાવાવ-વડીયા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકાના ખેડૂત ભાઇ-બહેનોને ખેતી વિષયક માહિતી આપવામાં આવી હતી.