અમરેલી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે આગામી તા. ૧૩મી મે, ૨૦૨૫ના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી સવારે ૧૧ વાગ્યે અમરેલી લાઠી રોડ પર આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ખાતે યોજાશે. ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતા અને ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, આઇ.ટી.આઇ. (તમામ ટ્રેડ), સ્નાતક, ડિપ્લોમા કે કોલેજ ડ્રોપઆઉટ ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના આધાર કાર્ડ અને તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવા સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટેની લીંક anubandham.gujarat.gov.in/account/signup છે.