૧૪ જૂનના રોજ ‘વિશ્વ રક્તદાન દિવસ‘ની ઉજવણીના ભાગરુપે રક્તદાન કરવાના સંકલ્પ સાથે અમરેલી આઈ.ટી.આઈ. ખાતે તાલીમાર્થીઓ માટે બ્લડ ગ્રુપીંગ કેમ્પ યોજાયો હતો. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં જોડાઇ પોતાના બ્લડ ગૃપની જાણકારી મેળવી, જરુરિયાતના સમયે રક્તદાન કરવાનો સંકલ્પ લીધો હતો. તાલીમાર્થીઓના બ્લડ ગૃપની ચકાસણી માટે અર્બન હેલ્થ સેન્ટરની ટીમના ડા.રાજુભાઈ કથીરિયા, ડા.રસીલાબેન વિરડીયા, ડા. કિશનભાઈ ગોહેલ, ફાર્માસિસ્ટ ગુંજનબેન પંડ્યા, લેબ ટેક્નિશ્યિન એફ.એમ. રાઠોડ, એ.એચ.ડબલ્યુ. અંકિતાબેન પરમાર તેમજ સમગ્ર ટીમે સેવા આપી હતી.










































