ધોરણ ૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અમરેલી જિલ્લાના ઉમેદવારો માટે અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) દ્વારા રોજગારીલક્ષી માર્ગદર્શન અને કૌશલ્ય વિકાસ માટે વિનામૂલ્યે ‘ફ્રી સમર સ્કિલ વર્કશોપ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ વર્કશોપ આગામી તા.૨૭ અને તા.૨૮ મે, ૨૦૨૫ના રોજ સવારે ૧૦ઃ૦૦ થી બપોરે ૦૩ઃ૦૦ કલાક દરમિયાન અમરેલી આઇ.ટી.આઇ. ખાતે યોજાશે. આ બે દિવસીય વર્કશોપમાં કમ્પ્યુટર, સીવણ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ જેવા વિવિધ ટ્રેડમાં પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કરનાર ઉમેદવારોને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે. લાભ લેવા ઇચ્છતા ધોરણ ૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોને તા.૨૪ મે, ૨૦૨૫ સુધીમાં ૯૪૨૪૦ ૧૭૬૨૬ નંબર પર પોતાનું નામ લખીને વ્હોટ્સએપ મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ માહિતી માટે પણ આ જ નંબર પર સંપર્ક કરી શકાશે.