અમરેલી અને કુંકાવાવ તાલુકાના પાંચ માર્ગો બનાવવા ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. અમરેલીના ચાડીયા-માળીલા, પીપળલગ-રીકડીયા, રાંઢીયા-રીકડીયા તથા બાબાપુર-તરવડા માર્ગ તેમજ કુંકાવાવ તાલુકાનો અમરાપુર-નાની કુંકાવાવ માર્ગ બનાવવા પરેશભાઇ ધાનાણીએ રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, અમરેલી તથા કુંકાવાવ તાલુકામાં આ પાંચ રસ્તાઓને અગ્રતાના ધોરણે મંજૂર કરી જાબ નંબર ફાળવવામાં આવે.