અમરેલી ખાતે HIV, એઇડ્સ અને જાતીય રોગોની જાગૃતિ માટે “રેડ રન મેરેથોન ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડો. એ.એમ. કુરેશીના માર્ગદર્શન હેઠળ ભાવનગર ડિસ્ટ્રીકટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ યુનિટ દ્વારા યોજાયેલી આ મેરેથોનને CDMO ડો. ધારાબેન વ્યાસ,RCHO ડો. એ.કે. સિંધ,RMO ડો. એસ.બી. સતાની અને ડો. ભાવેશ મેહતાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. લાઠી રોડ બાયપાસથી માચીયાળા રોડ બાયપાસ સુધી પાંચ કિલોમીટરની આ દોડમાં ૫૦ થી વધુ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિજેતા ત્રણ યુવાન-યુવતીઓને ટ્રોફી અને તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો અપાયા હતા. ભાગ લેનાર માટે એનર્જી ડ્રિન્ક અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાઈ. કાર્યક્રમ દિશા-ડાપ્કુ ભાવનગર દ્વારા ચંદ્રેશભાઈ ધોળકિયાના સહયોગથી યોજાયો હતો, જેમાં અનેક ટીમોના યોગદાનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.








































