અમરેલી જિલ્લાના યુવા રોજગાર ઇચ્છુકોને રોજગારીની તક ઉલબ્ધ કરાવવા માટે તા. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, સી બ્લોક, પ્રથમ માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતે સવારે ૧૧ વાગ્યે રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડ અમરેલી તથા યુવા શક્તિ ફાઉન્ડેશન શાપર, રાજકોટ દ્વારા વિધ્યાર્થીઓે માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવારો માટે વયમર્યાદા ૧૮ થી ૫૦ વર્ષ તથા શૈક્ષણિક લાયકાત ધોરણ ૫ થી સ્નાતક, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, બી.ઈ અને બી.ટેક મુજબ રહેશે. ભરતી મેળામાં ભાગ લેવા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ ર જોબસીકર તરીકે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે. નોંધણી બાદ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારીએ અપીલ કરી છે.







































