અમરેલી જિલ્લાના રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૯ વાગ્યે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની શીતલ કુલ પ્રોડક્ટ્‌સ લિમિટેડ, અમરેલીની વિવિધ ખાલી જગ્યાઓ માટે ૧૮થી ૪૦ વર્ષની વય મર્યાદા તથા ધોરણ ૧૦થી સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત સાથે ૧ થી ૨ વર્ષનો અનુભવ જરૂરી રહેશે. મેળો શીતલ કુલ પ્રોડક્ટ્‌સ લિમિટેડ, પ્લોટ નં. ૭૫–૮૧, જી.આઈ.ડી.સી. એસ્ટેટ, અમરેલી ખાતે યોજાશે. ઉમેદવારોએ આધાર કાર્ડ અને શૈક્ષણિક દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, એવું જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.