અમરેલી જિલ્લા રઘુવીર સેના દ્વારા વિજ્યાદશમી મહોત્સવ નિમિત્તે અમરેલીમાં સમૂહ શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાશે. ૧૨ ઓક્ટોબર-શનિવારના રોજ અમરેલીમાં સોની જ્ઞાતિની વાડીમાં આયોજિત આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લાભરના રઘુવંશીઓને અનુરોધ કરાયો છે. જિલ્લા રઘુવીર સેનાના અગ્રણીઓ વિશાલભાઇ સોઢા, પ્રીતેશભાઇ માનસેતા, પીયૂષભાઇ સોનપાલે જણાવ્યું હતું કે, બપોરે ૨ કલાકે યોજાનાર આ સમૂહપૂજનમાં જિલ્લાભરના રઘુવંશી ભાઇઓ-યુવાનો ઉપસ્થિત રહેશે. તમામને કેસરી સાફો બાંધીને પછી પૂજા શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રકાશભાઇ કારીયા, મહેશભાઇ મશરુ, અંકુરભાઇ ખખ્ખર, રવિભાઇ ભીમજીયાણી વગેર જહેમત ઉઠાવી રહ્યા છે તેવું ઉપપ્રમુખ પ્રકાશભાઇ કારીયાએ જણાવ્યું હતું.