અમરેલીમાં એક મહિલાએ હોમ લોનના હપ્તા ભરવાના ટેન્શનમાં ઝેરી દવા પીધી હતી. મેનેકાબેન જીગ્નેશભાઈ સોલંકી (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, તેમણે આજથી એકાદ વર્ષ પહેલાં નવુ મકાન લીધેલ હતું જેના બે હપ્તા ભરવાના બાકી હતા અને હપ્તા માટે પૈસા ન હતા જેથી આ હપ્તા કોણ ભરશે તે ટેન્શનમાં જ ઘરમાં ઉંદર મારવાનો ઝેરી પાવડર પીધો હતો.
ખાંભામાં રહેતા જયદીપભાઈ જીલુભાઈ મકવાણા (ઉ..૨૩)એ જાહેર કર્યા મુજબ, તેમને પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ થતા પત્ની બાળકો સાથે પિયર જતી રહી હતી. જેથી મનમાં લાગી આવતા પોતાની મેળે ઝેરી દવા પી જતા સારવારમાં દાખલ કર્યા હતા.