અમરેલીમાં રહેતી એક યુવતીના લગ્ન જૂનાગઢના યુવક સાથે થયા હતા. યુવક દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાથી પત્નીએ તેને ના પાડી હતી. આ દરમિયાન પત્ની અમરેલી આવતી રહી હતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી શરૂ કરી હતી. પતિએ તેને હોસ્પિટલ બહાર બોલાવી મારી નાખવાના ઇરાદે તેની પાસે રહેલું કટર ગળાના ભાગે મારવા જતાં તેની ડોક ત્રાંસી થઈ ગઈ હતી જેથી કાનના નીચેના ભાગે કટર વાગ્યું હતું. બીજો ઘા મારવા જતાં તેણીએ કટર પકડી લીધું હતું અને જતા જતા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે જ્યોતિકાબેન હિતેષભાઈ જેઠવા (ઉ.વ.૩૫)એ જૂનાગઢ ગોઠાણી પાટી, અમરાબાપુની ડેલી પાસે રહેતા પતિ હિતેષભાઈ ભગવાનભાઈ જેઠવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તેમણે દારૂ પીવાની ના પાડી હતી. જેથી સારું નહોતું લાગ્યું અને તેઓ અમરેલીમાં ખાનગી હોસ્પિટલમાં નોકરીએ ગયા હતા ત્યાં તેમને હોસ્પિટલ બહાર બોલાવી હતી. તેને જાનથી મારી નાખવાના ઈરાદે તેની પાસે રહેલું કટર ગળાના વચ્ચેના ભાગે મારવા જતાં ડોક ત્રાંસી થઈ ગઈ હતી. જેના કારણે ડાબા કાનના નીચેના ભાગે કટર વાગ્યું હતું અને બીજો ઘા મારવા જતાં તેમણે પકડી લેતાં હાથમાં ઈજા પહોંચી હતી. જે બાદ પતિએ જતા જતા તેના બંને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ઓડેદરા વધુ તપાસ કરી રહ્યા છે.