રાજ્યની સાથે અમરેલીમાં હાર્ટ એટેકની ઘટનામાં વધારો થયો છે. અમરેલી શહેરમાં હાર્ટ એટેકથી એક મહિલાનું મોત થયું હતું. બનાવ અંગે જયશ્રીબેન રૂગનાથભાઈ કુવારદા (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, દિપાબેન ગીરીશભાઈ ભખવાડીયાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.કે. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.