અમરેલીમાં હનુમાનજીને નંગ કહેનારા યુવક સામે ફરિયાદ નોંધાઈ હતી. યુવકે આંબેડકર જંયતીના દિવસે ફેસબુક લાઈવ કરીને હનુમાન દાદાનું અપમાન કર્યું હતું. અમનરાજ રોહિતભાઈ રાઠોડએ માય ડિસાયર વસંત ચાવડા નામે ફેસબુક એકાઉન્ટ ધરાવતાં વસંતભાઈ ડાયાભાઈ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ ડો. બાબાસાહેબ આંબડકરની વાડી પાસેનો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો હતો. જેમાં તેણે હિન્દુ ધર્મની આસ્થાના પ્રતિક સમાન હનુમાન દાદાનું ઘોર અપમાન કર્યું હતું. તેણે “આ નંગ અહીં નડે છે, જો સમાજ ભેગો થઈને કાઢી નાખે એટલે એક ઉપાધી જતી રહે” તેમ કહી હિન્દુઓની લાગણી દુભાવી હતી. આ ઉપરાંત આરોપીએ અગાઉ પણ હિન્દુ સમાજ વિશે ગેરસમજ ઉભી થાય તેવા પ્રયત્નો કર્યા હતા.
સામાજિક કાર્યકર્તાને સોશિયલ મીડિયામાં હીન કક્ષાનો ગણાવ્યો
અમરેલીમાં રહેતા નરેશભાઈ ભીખાભાઈ વાળા (ઉ.વ.૩૮)એ રાઓલ વનરાજસિંહ ચાવડા ૯૯ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને તથા તેના પરિવારને ગાળો આપતી ઘણી બધી કોમેન્ટ કરી હતી. ઉપરાંત અવારનવાર જ્ઞાતિવાદ કરી બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ ઉભો કર્યો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને હીન કક્ષાના ગણાવ્યા હતા.