અમરેલીના રાજગોર બ્રાહ્મણ અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્વર્ગસ્થ નરેશભાઈ કેશવભાઈ મહેતાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વીર શહીદ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર અને થેલેસીમિયાથી પીડાતા બાળકોને મદદ કરવાનો હતો. આ સેવાકાર્યમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈને રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ સમાજના લોકો ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપીને પ્રેરણા પૂરી પાડી હતી.









































